રેલવેના ખાનગીકરણની યોજનાને સરકાર તબક્કાવાર આગળ વધારી રહી છે.જેના ભાગરુપે આજે દેશની સૌથી પહેલી પ્રાઈવેટ ટ્રેન લોન્ચ કરી દેવાઈ છે.
આ ટ્રેનનુ સંચાલન સંપૂર્ણપણે આઈઆરસીટીસી કરશે.દિલ્હીથી લખનૌ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને સીએમ યોગી આદિત્યનાથે લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, આ દેશની પેહલી કોર્પોરેટ ટ્રેન છે અને મને આશા છે કે, દેશના બીજા શહેરો વચ્ચે પણ આ પ્રકારે ટ્રેન દોડશે.
આ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને જો ટ્રેન મોડી પડી તો આઈઆરટીસી દ્વારા રિફંડ પણ અપાશે.જેમ કે ટ્રેન એક કલાક મોડી પડશે તો દરેક મુસાફરને 100 રુપિયા અને બે કલાક મોડી પડી તો 250 રુપિયા પાછા અપાશે. દરેક યાત્રીને 25 લાખ રુપિયાનો એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ, એક લાખ રુપિયાનો લગેજ ઈન્સ્યોન્સ પણ મળશે.
પ્રાઈવેટ ટ્રેનમાં પાંચ મિનિટ પહેલા પણ મુસાફરો ટિકિટ બૂક કરી શકશે.ટ્રેનમાં સીસીટીવી કેમેરા, સ્મોક અને ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત ડિસ્પ્લે સિસ્ટમ, ચા કોફીના વેન્ડિંગ મશિન, ફ્રી વાઈફાઈ જેવી સુવિધાઓ છે.મુસાફરોને બ્રેકફાસ્ટ અને લંચ પણ અપાશે.