ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિગ ભલે સફળ ન થઈ હોયો, પરંતુ ઓર્બિટરે ચંદ્ર પર સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ,સિલિકોન, ટાઈટેનિયમ અને આયરન શોધી કાઢ્યા છે. ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO)એ આ અગત્યની માહિતી આપી છે.
ઈસરોએ જણાવ્યું કે, આર્બિટરમાં હાજર 8 પેલોડે તત્વોને લઈને ઘણી માહિતીઓ મોકલી છે. ઓર્બિટરના જિયોટેલના પૃથ્વીના મેગ્નેટોસ્ફીયરના ભાગથી પસાર થવા સમયે આવેશિત કણોના અસમાન ઘનત્વની ભાળ મળી છે. મેગ્નેટોસ્ફીયર પૃથ્વીની આસપાસ અંતરિક્ષમાં એક ક્ષેત્ર છે, જ્યાં પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર સૂર્ય દ્વારા ચાર્જ કણોને પ્રભાવિત કરે છે.
ઈસરોએ ટ્વીટ કર્યું કે, દરેક 29 દિવસ પર ચંદ્ર પર લગભગ 6 દિવસ માટે જિયોટેલથી પસાર થાય છે. જોકે ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષામાં છે એટલા માટે તેને પણ આ તક મળી છે. આ દરમિયાન તેમાં લગેલા ઉપકરણોને જિયોટેલના ગુણોનું અધ્યયન કરે છે. આ દરમિયાન આર્બિટરને ઘણા તત્વો અંગે અગત્યની માહિતીઓ મળી છે. આર્બિટરના વિશેષ ઉપકરણ ક્લાસ (ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર)ના તેમાં અગત્યની ભૂમિકા ભજવી છે.
ઈસરોએ માહિતી આપી કે, પેલોડ પોતાનું કામ સારી રીતે કરી રહ્યું છે અને ચંદ્રમાંની સપાટી પર હાજર ચાર્જ પાર્ટિકલ્સની તપાસ કરી રહ્યું છે. આ એવા માટે થયું, જ્યારે સૂર્ય કોઈ અન્ય સમયની સરખામણીએ ખૂબજ શાંત અવસ્થામાં હતો. ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc)બેંગલૂરુમાં ભૌતિકી સહાયક પ્રોફેસર, પ્રોપેસર નિરૂપમ રોયે કહ્યુ કે, મેગ્નેટોસ્કીયરથી પસાર થવા દરમિયાન પેલોડના આવેશિત કણોમાં તીવ્રતા ભિન્નતાની તપાસ કરી છે. આ અપેક્ષિત છે, કારણ કે સૌર હવા આ કણોના અસમાન રૂપથી છોડે છે અને આ ચુંબકિય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે.
હાલમાં અમેરિકી સ્પેસ એજન્સી NASAએ દાવો કર્યો છે કે, ઈસરોના લેન્ડર વિક્રમનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાર્ડ લેન્ડિગ થયું હતું. નાસાની તરફથી વિક્રમે જ્યા લેન્ડ કર્યું હતું ત્યાં બે તસ્વીરો મળી આવી છે. નાસા તરફથી ગુરૂવારે ચંદ્રની સપાટીની તસ્વીર મેળવી છે.
ઉલ્લેખનીય છે કે. જો વિક્રમ લેન્ડરની સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિગ થઈ હોત, તો ઈસરોને ઘણી અગત્યની માહિતીઓ મળી શકત. જેથી ચંદ્રની સપાટી પર પાણી હોવા વિશે પૂરવા પ્રાપ્ત કરી શકાત. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર શું-શું તત્વ હાજર છે? અને માનવ જીવન માટે કેટલા ઉપયોગી હોઈ શકે? હાલમાં ચંદ્રયાનના આર્બિટરથી પણ ઈસરોને ઘણી માહિતીઓ મળી શકત.