ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર પર નિયંત્રણને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે જણાવ્યુ કે, પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ફિલ્મોની જેમ સ્ટ્રીમિંગ સાઈટો (OTT) માટે પણ નિયમ બનાવવા જરૂરી છે.
જાવડેકરે જણાવ્યુ કે, સરકાર અને મીડિયાએ સાથે મળીને ફાઈટ કરવાની જરૂર છે. સરકાર એવા કોઈ જ પગલા ભરશે નહીં જેથી મીડિયાની આઝાદી ઓછી થાય.
પ્રકાશ જાવડેકરે આગળ જણાવ્યુ કે, સરકાર અને મીડિયાને ફેક ન્યૂઝ અને પેડ ન્યૂઝથી લડવાની જરૂર છે. કેટલીક મીડિયા સંસ્થાએ સરકાર સાથે વાતચીત કરીને જણાવ્યુ કે, ઓટીટી પર કોઈ પણ રેગ્યુલેશન ન હોવાને કારણે સમાન સ્તરનો મુકાબલો થઇ રહ્યો નથી, કારણ કે તેના પર કોઈ નિયમ હોતા નથી. પરંતુ સરકારનુ તે પણ કહેવું છે કે, સરકાર એવા કોઈ પગલા ભરશે નહીં, જેનાથી મીડિયાની આઝાદી ઓછી થાય. તેમણે જણાવ્યું કે, મેં સલાહ માંગી છે કે, તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કારણ કે ઓટીટી પર સતત કન્ટેટ આવી રહ્યાં છે, જેમાં સારુ, ખરાબ અને ખૂબ જ ખરાબ પણ આવે છે. તેવામાં તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે, કોણ નજર રાખશે?, કોને નિયમન કરવું જોઈએ? ઓટીટી મંચો માટે કોઈ પ્રમાણિક સંસ્થા નથી. સમાચાર પોર્ટલ માટે પણ આવી જ સ્થિતિ છે.
જાવડેકરે જણાવ્યુ કે, જેવી રીતે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પ્રિન્ટ મીડિયાને રેગ્યૂલેટ કરે છે, એનબીએ ન્યૂઝ ચેનલને અને એડવર્ટાઈઝિંગ(Advertising) સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયાએ એડવર્ટાઈઝિંગ(Advertising)ને અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ફિલ્મોને પરંતુ વેબ સ્ટ્રીમિંગ સાઈટોને રેગ્યૂલેટ કરવા માટે કોઈ નિયમ નથી.
તેમણે આગળ જણાવ્યુ કે, સરકારે હાલ એ વિશે કોઈ નિર્ણય લીધો નથી. આ ઓટીટી પ્લેટફોર્મમાં ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ પણ શામેલ છે, જેને કારણે દર્શકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તે ઉપરાંત તેમણે ફેક ન્યૂઝ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.