દેશના સૌથી મોટા રાવણનું દહન ચંદીગઢમાં થશે. 12 કલાકની મહેનત પછી 221 ફૂટ ઊંચા રાવણને ગુરુવારે ઊભો કરાયો હતો. બુધવારે સાંજે 6 વાગે આ કામ શરૂ થયું હતું. રાવણ તૈયાર કરનાર તજિન્દરસિંહ ચૌહાણે કહ્યું કે રાવણ એ રીતે તૈયાર કરાયો છે કે જો વરસાદ આવે તો પણ તેનું દહન થશે. તેમાં 3 હજાર મીટર કાપડ, અઢી હજાર મીટર શણ વપરાયું છે.
રાવણ બનાવવા 12 એકર જમીન વેચી
તજિન્દરે 1987માં પહેલીવાર રાવણ બનાવ્યો. ત્યારપછી દર વર્ષે બનાવે છે. અત્યાર સુધીમાં 12 એકર જમીન વેચી છે.
વિશેષતાઓ
25 ફૂટ લાંબી મૂછ
40 ફૂટ લાંબા બૂટ
60 ફૂટ મુગટ
55 ફૂટ લાંબી તલવાર
12 ફૂટ લાંબી ઢાલ
