સુરતમાં એક અનોખો દસ્તાવેજ તૈયાર કરાયો છે. સુરતના વકીલ અરુણ લોહાટીએ તેમના અસીલ સંજય સુરાનાનો મિલ્કતનો દસ્તાવેજ કાપડ પર તૈયાર કર્યો છે. અગાઉ પણ અરૂણ લોહાટીએ સંસ્કૃત ભાષામાં મિલકતનો દસ્તાવેજ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ દસ્તાવેજ તૈયાર કરતા બે મહિનાનો સમય લાગ્યો હતો. કાપડ પર દસ્તાવેજ તૈયાર કરવામાં ખાસ કાપડ અને ડિજિટલ પ્રિન્ટનો ઉપયોગ કરાયો છે.
કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ બનાવવા પ્રથમ જિલ્લા કલેકટરની મંજૂરી લીધા બાદ સબ -રજિસ્ટ્રારમાં તેની નોંધણી કરાવવામાં આવી હતી. આ મંજુરી પ્રક્રિયા માટે ચાર માસ જેટલો સમય લાગ્યો હતો. એક અંદાજ મુજબ દુનિયામાં પ્રથમ વખત કોઇ કાપડનો દસ્તાવેજ બનવવામાં આવ્યો હોવાનું હાલમાં અનુમાન લગાવાઇ રહ્યુ છે.