રિલાયન્સ જિયો આવવાથી ડેટાની કિંમતમાં અન્ય ટેલીકોમ કંપનીઓએ ઘણો બધો કાપ મૂક્યો છે. હવે સામાન્ય લોકો સસ્તામાં ડેટાની મજા માણી શકે છે. હવે ગરીબ લોકોની પણ ઈન્ટરનેટ સુધી પહોંચ સરળ બની છે, પરંતુ ઈન્ટરનેટના ઉપયોગની સાથે જ ઓનલાઇન ફ્રોડના કેસ પણ ઝડપી વધી રહ્યાં છે. Reliance Jio પર મુફ્ત DATAના ચક્કરમાં ક્યાંક તમે લૂટાઇ ના જાઓ તે માટે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને સચિત કરતાં એક ચેતવણી રજૂ કરી છે. રિલાયન્સ જિયોનું કહેવું છે કે, લોકોના ફોન પર ફ્રિમા ડેટા મળવાના મેસેજ આવી રહ્યાં છે. કંપનીએ આ મેસેજને ફેક ગણાવતા કહ્યું છે કે, કંપની આવી કોઈ જ ઓફર આપી રહી નથી.
અસલમાં યૂઝર્સના ફોન પર મેસેજ આવી રહ્યાં છે કે કંપની યૂઝર્સને 25 જીબી ડેટા ફ્રી આપી રહી છે. મેસેજમાં લખ્યું છે કે, એક એપ ડાઉનલોડ કરો અને રજિસ્ટર કર્યા બાદ પ્રતિદિવસ 6 મહીના સુધી ફ્રિ 25 જીબી ડેટા મળશે. જિયોનું કહેવું છે કે, એવા કોઈ મેસેજ કંપની તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતા નથી. આવા મેસેજ દ્વારા જિયો યૂઝર્સ સાથે સ્કેમ કરવાની કોશિષ થઇ શકે છે. હાલમાં જ જિયો ફાયબરે બેન્ડ લોન્ચ કરી છે, જેની સેવાઓ 699 રૂપિયા પ્રતિ મહીનાથી શરૂ થશે. જેમાં એચડી કોલિંગ, એનલિમિટેડ ડેટા અને ટીવી વીડિયો કોલિંગ જેવી સુવિધાઓ છે.