આજે 8 ઓક્ટોબર વિજ્યાદસમી અને એરફોર્સ ડેના અવસરે ભારતને પ્રથમ રાફેલ જેટ મળવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચી ચૂક્યા છે. અહીં તેઓ આ રાફેલમાં ફ્રાન્સીસી એરપોર્ટના બેસથી ઉડાન ભરશે. જો કે ભારતને આ રાફેલ આગામી વર્ષે ડિલિવર કરવામાં આવશે.
રાફેલ બે એન્જિન ધરાવતુ ફાઈટર જેટ છે, જેનું નિર્માણ ‘દસૉલ્ટ’ નામની એક ફ્રાન્સીસી કંપનીએ કર્યું છે. તેમા મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલો ગોઠવવામાં આવી છે. જેના કારણે તે ભારતીય વાયુ સેનાને હવાથી હવામાં વાર કરવા માટે અદ્દભૂત ક્ષમતા આપશે. એમ કહી શકાય કે, આ બન્ને મિસાઈલો રાફેલની USP છે.
ફ્રાન્સ પહોંચેલી રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે,રાફેલ ભારત આવી રહ્યું છે અને તેને દશેરાના દિવસે હેન્ડ ઓવર કરવામાં આવશે. આના માટે લોકો ઘણા ઉત્સાહિત હોય, તે સ્વાભાવિક છે. તમારે પણ તેની સેરિમની જોવી જોઈએ