દેશમાં ભારે મંદી વચ્ચે તહેવારો આવી રહ્યા છે લોકો ભારે મંદીનો સામનો કરી રહ્યા છે અત્યાર સુધી તો લોકોને શાકભાજી જેવી તમામ વસ્તુમાં મંદી નડી રહી હતી તો બીજી તરફ દિવાળીની રોનક વધારતા ફટાકડાઓનું પણ શહેરની માર્કેટોમાં આગમન થઈ ચૂક્યું છે.હવે જોવાનું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે પણ શું ફટાકડાના ભાવ સસ્તા રહેશે કે પછી આસમાને પહોંચશે?
બજારમાં વર્તાય રહેલી રોકડની તંગી વચ્ચે પણ દિવાળીના શુકનવંતા પર્વે સારી ઘરાકીનો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે. આ બધા વચ્ચે દક્ષિણના રાજ્યોમાં ઉભી થયેલા પુરની સ્થિતિના કારણે ફટાકડાના ઉત્પાદનને ફટકો પડવા સાથે ખાસ્સુ નૂકશાન પણ થયું હોય ૨૦ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
તમિલનાડુમાં આવેલા શિવાકાશી એ ફટાકડાના ઉત્પાદન માટે એશિયાનું નંબર વન હબ ગણાય છે. જોકે આ વર્ષે શિવાકાશીમાં ભારે વરસાદના કારણે ફટાકડાની ફેકટરીઓ ચાર મહિના બંધ રહી હતી, જેની સીધી અસર ફટાકડાના ઉત્પાદન પર થતા આ વર્ષે ફટાકડાની કિંમતમાં ૨૦ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.