સાઉદી અરેબિયાએ મહિલાઓને સમાન અવસર આપવાની દિશામાં વધું એક મહત્વનું પગલું ભર્યું છે. રૂઢીવાદી ઈસ્લામિક ગણતંત્રમાં લાગુ કરવામાં આવેલા સામાજીક અને આિર્થક સુધારાઓ અંતર્ગત મહિલાઓને સેનામાં સામેલ થવા મંજૂરી આપવામાં આવી છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગત વર્ષે આિર્થક અને સામાજીક સુધારાઓની શરૂઆત કરી હતી. તે અંતર્ગત સાઉદીના વિદેશ મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી સશક્તિકરણ તરફ માંડવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી.
ટ્વિટમાં મહિલાઓ હવે સાઉદીની સેનાઓમાં પ્રાઈવેટ ક્લાસ, કોર્પોરલ અને સાર્જન્ટ તરીકે સેવા આપી શકશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગત વર્ષા સાઉદીમાં મહિલાઓને સિક્યોરિટી ફોર્સમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. સાઉદીના શાસક મોહમ્મદ બિન સલમાને પોતાના તરફથી મહિલાઓના અિધકાર સાથે સંકળાયેલા અમુક નિર્ણયોને મંજૂરી આપી છે. તેમાં ડ્રાઈવિંગ ઉપરાંત એકલા વિદેશ યાત્રા કરવાની આઝાદી પણ આપી છે. આ ઉપરાંત તાજેતરમાં જ સાઉદીમાં સિંગલ મહિલાઓને હોટેલમાં રૂમ બુક કરાવીને રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.