મિત્રો બિમારીયો તો આજકાલ દરેકને થતી હોય જ છે, જીવનમાં દરેક લોકો બિમાર પડે જ છે. જે વ્યક્તિ પોતાના સ્વસ્થ્યની પુરેપુરી કાળજી લેતો હોય એ પણ ક્યારેક બિમાર પડી જાય છે. આજે આપણે વાત કરવાનાં છીએ તે વ્યક્તિ કોઇ અમિર કે ખાસ નથી એક સામાન્ય માણસ જ છે અને તેની જ્યારે પેટના ભાગમાં દુખાવો શરુ થયો તો તેને રીપોર્ટ કરાવ્યો અને રીપોર્ટમાં આવ્યુ તે જોઇને ડોક્ટર પણ ચોંકી ગયા.
મિત્રો તમને જણાવી દઇયે કે ઉત્તરપ્રદેશમાં કુશીનગર જનપદના પડરૌના રહેવાસી જમાલુદીન અંસારી ને 18 તારીખે રાતે પેટમાં દુખાવો થવાથી તેને ડોક્ટરને બતાવ્યુ અને ડોક્ટરે તેને રીપોર્ટ કરવાની સલાહ આપી, ડોક્ટરની સલાહ પ્રમાણે તેને રીપોર્ટ કરાવ્યો તો તે જોઇને ખુદ ડોક્ટર પણ ચોંકી ગયા કે આ વાત માનવા ખુદ ડોક્ટર પણ તૈયાર નહતા.
તમે બધા વિચારતા હસો કે રીપોર્ટમાં એવું તો શું આવ્યુ કે ખુદ ડોક્ટર પણ માનવા તૈયાર ન હતા તો મીત્રો તમને જણાવી દઇયે કે જમાલુદીનના શરીરની અંદરના અંગો તેની પર્ફેક્ટ જગ્યાથી બિલકુલ વિરુદ્ધમાં હતા. એટલે કે લિવર જમણી બાજુની જગ્યાયે ડાબી બાજુ એ છે, ત્યારબાદ ડોક્ટરોને શંકા ગઇ તો તેને હ્રદય પણ ચેક કર્યુ જે ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુએ હતુ.