જાપાનમાં વિનાશક વાવાઝોડું હગિબીસ ત્રાટકતાં રવિવારે 33 લોકોના મોત નીપજ્યાં હોવાનું સૃથાનિક મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે. વાવાઝોડાના કારણે મૂશળધાર વરસાદ અને પૂરની સિૃથતિ સર્જાઈ હતી.
વાવાઝોડાના કારણે વંટોળિયા વરસાદથી અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત 31,000થી વધુ સલામતી દળો સહિત 1,00,000 બચાવ કાર્યકરો કામ કરતા રહ્યા હતા.
વાવાઝોડાના કારણે સર્જાયેલી ગંભીર પરિસિૃથતિને ધ્યાનમાં લઈને રગ્બી વર્લ્ડ કપની નામિબિયા-કેનેડા વચ્ચેની મેચ રદ કરવી પડી હતી. વાવાઝોડુ રવિવારે સવારે જમીન પર ત્રાટક્યું હતું અને તેણે મોટાભાગે રાજધાની ટોક્યો અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો.
સરકારના અહેવાલ મુજબ વાવાઝોડાના કારણે 14 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 11 લોકો ગુમ થયા છે, પરંતુ સૃથાનિક મીડિયાએ 26 લોકોના મોત તથા 15 લોકો ગુમ થયા હોવાના અહેવાલ આપ્યા છે. વડાપ્રધાન શિન્જો આબેએ જણાવ્યું હતું કે ‘સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.’
વાવાઝોડાના કારણે 1,283 ઘરોમાં પૂરના પાણી ભરાયા હતા જ્યારે 517 મકાનોને નુકસાન થયું હતું. રવિવારે સાંજના સમયે પણ 3,76,000થી વધુ ઘરોમાં વીજપુરવઠો ખોરવાયો જ્યારે 14,000થી વધુ ઘરોને પાણીનો પુરવઠો પૂરો પાડી શકાયો નહીં.
વાવાઝોડું સૌથી વિનાશક હતું ત્યારે અંદાજે 70 લાખથી વધુ લોકોને સલામત સૃથળે સૃથળાંતર કરવા નિર્દેશો અપાયા હતા અને રવિવારે સાંજે પણ અંદાજે 1,35,000થી વધુ લોકોએ સરકારી આશ્રય સૃથળોમાં આશરો લીધો છે.
વાવાઝોડાના કારણે જાપાનની હવામાન એજન્સીએ તેની સૌથી ઊંચા સ્તરની વરસાદ વાવાઝોડાની ચેતવણી આપતાં અસાધારણ મૂશળધાર વરસાદની આગાહી કરી હતી. ટોક્યોની ઉત્તર પશ્ચિમે માત્સુયામા શહેરના સાઈતામા હિગાશીમાં ડાંગરના ખેતરો અને ફૂલોના બગીચાના ગોદામોમાં પાણી ભરાઈ જતાં જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
વાવાઝોડાના કારણે જાપાનમાં લાંબા હોલિડે વીકએન્ડમાં અનેક ફ્લાઈટ્સ રદ થતાં અને લોકલ અને બુલેટ ટ્રેન સેવા ખોરવાઈ જતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, રવિવારે ટ્રેન સેવા ધીમે ધીમે શરૂ થઈ હતી તેમજ બે એરપોર્ટ્સ પર પણ કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
મધ્ય જાપાનના નાગાનો સહિત લગભગ એક ડઝનથી વધુ સૃથળો પર નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી હતી જ્યારે ચિકુમા નદીમાંથી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા હતા અને લોકોના ઘરોમાં બીજા માળ સુધી પાણી ભરાઈ ગયા હતા.
સૈન્ય અને અગ્નીશમન વિભાગે હેલિકોપ્ટર્સ દ્વારા મકાનોની છત પરથી અને બાલ્કનીમાં પૂરમાં ફસાયેલા લોકોને સલામત સૃથળે ખસેડયા હતા. ફુકુશિમાના ઇવાકી શહેરમાં પૂરમાં ફસાયેલી એક મહિલાને એર લીફ્ટ કરાતી હતી ત્યારે તે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.
અન્ય જગ્યાઓએ બચાવદળના કાર્યકરોે કલાકો સુધી બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને ટોક્યોની ઉત્તર પશ્ચિમે કવાગોમાં એક રીટાયરમેન્ટ હોમમાં ફસાયેલા સેંકડો લોકોને બોટ મારફત સલામત સૃથળે લઈ ગયા હતા. આ રીટાયરમેન્ટ હોમમાં ટોપ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયું હતું.
તાજેતરના વર્ષોમાં સૌથી વિનાશક વાવાઝોડામાંનું એક હગિબીસ શનિવારે રાત્રે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુ પર ત્રાટક્યું હતું. આ સમયે પવન પ્રતિ ક્લાક 216 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો.
રાત્રીના સમયે ભૂસ્ખલન અને પૂરે વધુ લોકોના જીવ લીધા હતા અને રવિવારે સૂર્યોદય પછી હગિબીસ દ્વારા વેરવામાં આવેલો વિનાશ સ્પષ્ટ થતાં મૃત્યુઆંક વધ્યો હતો. પૂરમાં તણાયેલા અને ભૂસ્ખલનમાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે.