ફોટો અને વીડિયો શેર કરવા માટેના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર ધરાવતા નેતા બન્યા છે. ફોલોઅર્સની સંખ્યામાં 3 કરોડનો આંકડો પાર કરી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પાછળ છોડયા છે.
યુવાવર્ગમાં ખૂબ જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કરોડથી પણ વધારે ફોલોઅર્સ મેળવી વડાપ્રધાન મોદીએ ફોલોઅર્સની બાબતમાં વિશ્વાના ટોચનાનેતાઓઅને રાજકીય હસ્તીઓને પાછળ છોડયા છ.
ઇન્સ્ટાગ્રામ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા એક કરોડ 49 લાખ છે અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોલોઅર્સની સંખ્યા બે કરોડ 48 લાખ છે.
આ ઉપરાંકત તેમના ફોલોઅર્સમાં વિશ્વના મોટાભાગના દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિય હોય છે. ટ્વિટર પર પણ તેમના ફોલોઅર્સની સંખ્યા 5.7 કરોડ છે.