પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પૂણેમાં થોડા મહિના પહેલા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને પોતાની રીતે પ્રથમ હોમ ડિલીવરી શરૂ કરી છે. જે અંતર્ગત વાહન માલિકોને ઘેર બેઠા અગાઉથી બુક કરાવવા પર પેટ્રોલ અથવા ડીઝલની હોમ ડિલીવરી આપવામાં આવી રહી છે. “ડોર સ્ટેપ ડિલીવરી ઓફ ફ્યૂઅલ’ના નામે શરૂ થયેલી આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે કેટલાક શહેરોમાં લાગૂ કર્યા બાદ આગામી વર્ષ સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવશે.
પૂણેમાં પાયલોટ પ્રોજેક્ટ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ઓનલાઈન પેટ્રોલ-ડીઝલ માંગવાની સુવિધા પૂણે અને ચેન્નઈ સહિત કેટલાક અન્ય શહેરોમાં પણ શરૂ કરી દીધી છે. IOC પ્રમાણે, હવે તમે ઘેર બેઠા ઓછામાં ઓછું 200 લીટર પેટ્રોલ અને ડીઝલ મંગાવી શકો છો. શરૂઆતમાં કંપની માત્ર ડીઝલની હોમ ડિલીવરી કરી રહી હતી, પરંતુ હવે પેટ્રોલની પણ હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે.
HPCL પણ શરૂ કરશે ડિલીવરી
પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરીને લઈને HPCLને પણ આજ મૉડલને લાગૂ કરવામાં કોઈ પરેશાની નથી. કંપનીએ આ માટે કામ કરવાનું શરૂ કર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગત વર્ષ સપ્ટેમ્બરે મહિનામાં એક જ ફ્યૂઅલ એટ ડૉર સ્ટેપ પર કામ શરૂ કર્યું હતું. ચેન્નઈના કોલત્તૂર સ્થિત એક પેટ્રોલ પંપે પેટ્રોલ-ડિઝલની હોમ ડિલીવરીની શરૂઆત કરી છે. શરૂઆતમાં એક ગ્રાહકને 2500 લીટર સુધી ડીઝલ આપવામાં આવશે. આ માટે ગ્રાહક પાસે અલગથી કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે.
કેવી રીતે મળશે ડીઝલ
કંપનીએ આ માટે ડીઝલ ભરવા વાળી મશીનને એક ટ્રકમાં લગાવી છે. ટ્રકમાં એક ટાંકી પણ લગાવેલી છે. જેના દ્વારા શહેરના લોકોને ડીઝલની હોમ ડિલીવરી થઈ રહી છે. આ સુવિધા માટે રીપોજ એપ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ગ્રાહક ઓર્ડર બુક કરાવી શકશે. ઓછામાં ઓછું 200 અને વધારેમાં વધારે 2500 લીટર સુધીનું બુકિંગ કરવામાં આવી શકે છે. જો કે આ સુવિધાનો અન્ય કેટલાક પેટ્રોલ પંપના માલિકો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઓનલાઈન પેટ્રોલ-ડિઝલની હોમ ડિલીવરીથી આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થશે.
દિલ્હીમાં સુવિધા શરૂ કરવાની વિચારણા
દિલ્હી સહિત અન્ય મેટ્રો શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે વિભિન્ન વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે. ડીઝલની સરખામણીએ પેટ્રોલ સૌથી વધુ જ્વલનશીલ છે. આથી આ શહેરોમાં શરૂઆત ડીઝલથી થશે. રોડ અથવા ઘરની સામે કારમાં ડીઝલ નાંખવા દરમિયાન જોખમ રહે છે. જેથી હોમ ડિલીવરી હાઉસિંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે, કારણ કે ત્યાં ખાલી જગ્યા હોય છે. આ જગ્યાએ લોખંડની જાળીથી કોર્ડન કરવામાં આવશે અને ત્યાં જ વાહનોમાં ડીઝલ નાંખવામાં આવશે અને રૂપિયા પણ ત્યાંજ ચૂકવવામાં આવશે.