અવાર નવાર જોવામાં આવે છે કે લોકો ટોલ પ્લાજા પર ટેક્સ આપવા માટે લાંબી લાઇનમાં ઉભા રહે છે પરંતુ 1 ડિસેમ્બરથી આ નિયમ બદલાવવા જઇ રહ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 1 ડિસેમ્બર,2019થી ટોલની ચુકવણી માત્ર ફાસ્ટેગ દ્વારા થશે.આ સ્કીમના લાગુ થયા બાદ પુરા દેશમાં કોઇ પણ વાહન કેશ વગર ટોલ આપીને ક્યાય પણ ટ્રાવેલ કરી શકશે.જોકે, મુસાફરી કરનારા વ્યક્તિની કાર પર ફાસ્ટૈગ લાગેલુ જરૂરી છે.
નીતિન ગડકરીએ કહ્યું, ‘ફાસ્ટૈગ મંત્રાલયની મુખ્ય પહેલ છે, જે વાહનોની વિરોધ વગર અવર જવર સુનિશ્ચિત કરશે અને તકલીફોને દૂર કરશે. જીએસટી પરિષદ,જીએસટી ર્ઇ-વે બિલ પ્રણાલીના એકીકરણની સૈદ્ધાંતિક મંજુરી આપી ચુકી છે. આ મામલે કરાર પણ કરવામાં આવ્યો છે.
આ સાથે જ ગડકરીએ આશા વ્યક્ત કરી છે કે ઇલેકટ્રોનિક પથ કરી સંગ્રહ કાર્યક્રમ જેવી પહલોથી ભારતનું ટોલ કલેક્શન આગામી 5 વર્ષમાં વધીને 1 લાખ કરોડ રૂપિયા વાર્ષિક થઇ શકે છે.ગડકરીએ કહ્યું, ‘ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઇ) અધીન કુલ 1.4 લાખ કિલોમીટર રાજમાર્ગ આવે છે, જેમાંથી 24,996 કિલોમીટર રાજમાર્ગ ટોલના દાયરામાં આવે છે. વર્ષના અંતમાં આ વધીને 27,000 કિલોમીટર થઇ જશે.
ગડકરીએ આગળ કહ્યું, ‘જો અમને આ રાજસ્વ મળે છે તો અમે બેન્કમાંથી કર્જ લઇ શકીએ છીએ અને બજારમાંથી વધુ પૈસા ભેગા કરી શકીએ છીએ, જેનાથી પરિયોજના પર વધુ રોકાણ કરી શકાય છે. ગડકરીએ કહ્યું કે સંસાધનોની કોઇ કમી નથી.