સાઉદી અરેબિયામાં એક ભયાનક અકસ્માતમાં અંદાજે 35થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. સાઉદી અરેબિયાના મદીના પ્રાંતમાં અલ-અખલ વિસ્તારમાં સાંજે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ પ્રવાસીઓથી ભરેલી એક બસ અનિયંત્રિત થઈને ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અને તેમાં તુરંત આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આ આગે બસમાં સવાર તમામ લોકોને તેમની લપેટમાં લઇ લીધા. મૃતકોમાં મોટા ભાગના લોકો એશિયાઈ અને અરબ મૂળના નાગરિકો હતા.
