કમલેશ તિવારી હત્યાકાંડના બન્ને આરોપીઓ પર ઉત્તર પ્રદેશ પોલીસે 2.5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસ DGP ઓપી સિંહે જણાવ્યું કે, હત્યાકાંડના બન્ને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીન પઠાણને પકડનારને આ રકમ આપવામાં આવશે. ગત શુક્રવારે લખનઉમાં થયેલ કમલેશ તિવારની હત્યામાં બન્ને આરોપીઓ છે અને હજુ પોલીસ પકડની બહાર છે.
કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ ત્રણે શંકાસ્પદ શખ્યોની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. ત્રણે હવે ઉત્તર પ્રદેશ પોલીસની પકડમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ હત્યાકાંડમાં સામેલ અન્ય 2 અપરાધીઓ શાહજહાપુરમાં જોવા મળ્યા હોવાની બાતમી મળી છે. હાલ STF શાહજહાંપુરમાં તપાસ કરી રહી છે. સુત્રો અનુસાર, કમલેશ તિવારી હત્યાના શંકાસ્પદ હત્યારાઓ લખીમપુર જિલ્લાના પલિયાથી ઈનોવા કાર બુક કરાવીને શાહજહાંપુર પહોંચ્યા હતા.
હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ બન્ને મુખ્ય આરોપીઓ શેખ અશફાક હુસૈન અને પઠાણ મોઈનુદ્દીન અહમદ ઉર્ફે ફરીદ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આશંકા છે કે, બન્ને સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચવાની ફિરાકમાં છે. બન્નેનું અંતિમ લોકેશન પણ અંબાલા પાસે મળ્યું છે. જે વાઘા બોર્ડરછી 285 કિલોમીટર દૂર છે. શુક્રવારે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ બન્ને હરદોઈ, બરેલી, મુરાદાબાદ, ગાજીયાબાદના રસ્તે ચંદીગઢ તરફ ગયા હતા. બન્ને આરોપીઓએ પોતાના ફોન 7-8 કલાકમાં ઓન કરી રહ્યા છે અને પછી સ્વિચ ઓફ કરી દે છે.