મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે એક હોટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ આગ વિજય નગર પોલીસ મથક હેઠળ આવતી ગોલ્ડન ગેટ હોટલમાં લાગી હતી.
આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત હોટલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળી રહ્યું.