આગામી ચાર-પાંચ વર્ષની અંદર રેલ્વે મુસાફરોને ટ્રેનમાં સફર દરમિયાન મફતમાં Wi-Fiની સુવિધા મળી શકે છે. રેલ્વેએ આ પરિયોજના પર કામ શરૂ કરી દીધુ છે. હાલમાં દેશમાં 5150 સ્ટેશનો પર મફતમાં Wi-Fiની સુવિધા મળી રહી છે. રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે,આવનારા વર્ષના અંત સુધી દેશના બધા 6500 સ્ટેશનો પર મફત વાઈ-ફાઈની સુવીધા મળી શકશે.
ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા આપવા માટે રેલ્વેએ મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું રહશે. જેની માટે ટ્રેકની નજીક ટાવર લગાવવાની સાથે ટ્રેનોની અંદર પણ રાઉટર જેવા મશીનો લગાવવામાં આવશે. આ ટેકનીક પર કામ કરવા માટે રેલ્વેને વિદેશી ટેકનીક અને રોકાણકારોની મદદ લેવી પડશે.
સુરક્ષા હશે મજબુત
ગોયલે જણાવ્યું કે, જોકે, આનાથી સુરક્ષા મજબુત થશે, પ્રત્યેક કોચમાં લાગેલા સીસીટીવીની લાઈવ ફીડ નજીકના પોલીસ સ્ટેશનમાં જશે. ટ્રેનોના પરિચાલન માટે સિગ્નલ સિસ્ટમ પણ વાઈ-ફાઈનો ઉપયોગ કરવામાં આવશે.
સ્ટેશનોનું ખાનગીકરણ
ગોયલે કહ્યું હતું કે, રેલ્વે સ્ટેશનોને પણ ખાનગી કંપનીના સહયોગથી બનાવવામાં આવશે. ભોપાલના હબીબગંજ સ્ટેશનનું ઉદાહરણ આપતા રેલમંત્રીએ કહ્યું કે, સ્ટેશન પૂર્ણ રીતે તૈયાર થવાનું છે. સાથે એનબીસીસી પણ 12-13 સ્ટેશનોને તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘર,દુકાનો અને શોપિંગ મોલનું નિર્માણ કરવમાં આવી રહ્યું છે જેથી રેલ્વેની આવકમાં વધારો થઈ શકે