ભાજપના બે મોટા નેતા અને આયાતી ઉમેદવાર તરીકે ખ્યાતનામ એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની અનુક્રમે રાધનપુર અને બાયડમાં હાર થઈ છે. આમ છતાં ભાજપે જેટલી બેઠકો જીતી તેનાથી ખુશ હોય તેમ ફટાકડા ફોડી ઉત્સવની માફક ઉજવણી કરી છે. ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે. આ ઉત્સવને જોઈ એક રીતે તો એવું લાગે છે કે જ્યારે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસના ઉમેદવાર હોય અને હાર્યા હોય. ભાજપની જીતની ઉજવણીમાં પણ તમામ નેતાઓ હાજર રહ્યાં હતા. શંકર ચૌધરી જેવા નેતા જેમને થરાદ બેઠકની ટિકિટ આપવામાં આવી ન હતી. તેઓ આ ઉજવણીથી અડગા રહ્યા હતા. શંકર ચૌધરી ન જોડાતા અનેક તર્ક વિતર્કો પણ લગાવવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ચૂંટણી લડવી હતી પણ તે બેઠક પર તેમને ટિકિટ આપવામાં નહોતી આવી. જેના પરિણામ સ્વરૂપ હાલ ભાજપ થરાદની બેઠક હારી ગયું છે.
