ધનતેરસના અવસરે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એવામાં તમે પણ જો જ્વેલરી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. મોદી સરકારે 1 ઓક્ટોબરે સોનાના ઘરેણાં સાથે સંકળાયેલ નિયમોના પ્રસ્તાવને મંજૂરી આપી ચૂકી છે. હવે તેની અસર દેશના જ્વેલરી સેક્ટર પર પણ જોવા મળશે.
જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં મોદી સરકારના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, કોમર્શિયલ મંત્રાલયે સોનાના આભૂષણો ખરીદવા માટે BIS હોલમાર્કિગને અનિવાર્ય કરવાના પ્રસ્તાવને મંજૂર કર્યો છે. હવે વિશ્વ વેપાર સંગઠન (WTO)ને જાણ કર્યા બાદ તેને લાગુ કરવામાં આવી શકે છે.
સરકાર તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે, નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત આગામી 2-3 મહિનામાં આ નિયમ લાગુ થઈ જશે. WTO તરફથી નક્કી કરેલા નિયમો પ્રમાણે આ મામલે તેમને જાણ કરવી પડે છે. આ પ્રક્રિયા લાગુ થવામાં 2 મહિનાનો સમય લાગી શકે છે.
→ હાલના સમયમાં સોનાના ઘરેણા પર હૉલમાર્કિંગ કરવું સ્વૈચ્છિક છે. જો કે આ નિયમ લાગુ થાય બાદ તમામ જ્વેલર્સને સોનાના દાગીના વેચતા પહેલા હોલમાર્કિગ લેવું ફરજીયાત થઈ જશે.
→ જણાવી દઈએ કે, સોનાના હૉલમાર્કિંગનો અર્થ, તેની શુદ્ધતાનું પ્રમાણ છે. હાલના સમયમાં તેને સ્વૈચ્છિક આધારે લાગુ કરવામાં આવ્યો છે. WTOની મંજૂરી મળ્યા બાદ તેને ફરજીયાત કરવામાં આવશે.
→ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્સ (BIS) દ્વારા હૉલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર એક નિશાન હોય છે. જેનાથી જાણ થાય છે કે, લાઈસન્સધારક લેબમાં સોનાની શુદ્ધતાની તપાસ કરવામાં આવી છે.
→ BISની વેબ સાઈટ પ્રમાણે આ દેશમાં એકમાત્ર એજન્સી છે, જેણે સોનાના ઘરેણાની હૉલમાર્કિંગ માટે સરકારની મંજૂરી મળી છે.
→ અનેક જ્વેલર્સ BISની સેવા લેવાના બદલે જાતે હૉલમાર્કિંગ કરે છે. આ માટે ઘરેણાં ખરીદતા પહેલા જ્વેલરીની BIS હોલમાર્કિંગ છે કે કેમ? તે જાણવું જરૂરી છે.
→ હાલના સમયમાં સમગ્ર દેશમાં 800 હૉલમાર્કિંગ કેન્દ્ર છે. જેમાં માત્ર 40 ટકા ઘરેણાનું હૉલમાર્કિંગ કરવામાં આવે છે.
→ કેન્દ્રીય મંત્રાલય અંતર્ગત BIS પાસે હોલમાર્કિંગ માટે સત્તાવાર અધિકાર છે. જે માટે ત્રણ ગ્રેડ 14- કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાનું હોલમાર્કિંગ નક્કી કરવામાં આવ્યું છે.