સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ટેલિકૉમ સેક્ટરના AGR (Adjusted Gross Revenues)ના મુદ્દે આપવામાં આવેલા નિર્ણયથી દિગ્ગજ કંપનીઓ Airtel અને Vodafone અને Ideaના અસ્તિત્વ પર સંકટના વાદળો ઘેરાયા છે.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે દૂરસંચાર વિભાગના પક્ષમાં નિર્ણય કરતા AGRમાં લાઈસન્સ અને સ્પેક્ટ્રમ ફીની સાથે યૂઝર્સ ચાર્જ, ભાડુ, ડિવિડેન્ટ્સ અને મૂડાના વેચાણના લાભને પણ સામેલ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ AGRમાં ખાલી લાઈસન્સ અને સ્પેક્ટ્રમની ફીનો સમાવેશ કરવામાં આવતો હતો. આ મુદ્દા પર ટેલિકૉમ કંપની અને દૂરસંચાર વિભાગની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ટેલીકોમ કંપનીને મોટો ફટકો પડ્યો છે અને તેણે દૂરસંચાર વિભાગના 92 હજાર કરોડ રૂપિયાની બાકીની રકમનું ભરવા પાત્ર રહશે. આ 92 હજાર કરોડમાંથી 54% Airtel અને Vodafone, Ideaને આપવાની રહશે. જણાવી દઈએ કે, ભારતી Airtelને 21,682 કરોડ રૂપિયા અને Vodafone, Ideaને 28,308 કરોડ રૂપિયા ભરવાના રહશે. જોકે, ટેલિકોમ સેક્ટર પહેલાથી જ ટેરિફ વોર અને દેવાને લઈને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયે આ ટેલિકૉમ કંપનીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે.
જણાવી દઈએ કે, બાકીની 46 ટકા રિલાયન્સ કમ્યૂનિકેશન, ટાટા ટેલિસર્વિસ, એરસેલ અને અન્ય કંપનીઓ ભરપાઈ કરવાનું હતું, પરંતુ હવે આ કંપનીઓ અસ્તિત્વમાં નથી. એવામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની સૌથી વધુ અસર એરટેલ અને વોડાફોન, આઈડિયા પર પડશે. એરટેલ પર જૂન 2019ની ત્રિમાસિકમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુ દેવુ છે. આ ત્રિમાસિકમાં વોડાફોન, આઈડિયાએ 4,873 કરોડ રૂપિયા દેવું હોવાની વાત કહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, હવે 92 હજાર કરોડ રૂપિયાના વધારાના દેવાથી ટેલિકૉમ કંપનીની બ્રોડબેન્ડ સેવાઓ, નેટવર્કનો વિસ્તાર અને ડિજિટલ ઈન્ડિયા જેવી યોજનાઓ મુશ્કેલીમાં પડી શકે છે. જણાવી દઈએ કે, 3 વર્ષે પહેલા ટેલિકૉમ કંપનીઓ પર કુલ 29,474 કરોડ રૂપિયા બાકી હતી, જે હવે વધીને 92 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.