તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં 2 વર્ષનો બાળક રમતા-રમતા ખુલ્લા રહેલા બોરવેલમાં પડી ગયો હતો. આ ઘટના તિરૂચિરાપલ્લી જિલ્લાના મનાપ્પારાઈ વિસ્તારમાં ઘટી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી કરતી ટીમ તાબડતોડ પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બોરવે 35 ફૂટ ઊંડો છે, જેને 25 ફૂટ સુધી ઢાંકીને રાખવામાં આવ્યો હતો. જો કે ભારે વરસાદના કારણે તેમાં ફરીથી ખાડો પડી ગયો હતો. જ્યારે બાળક હાલ 25 ફૂટના ઉંડાણમાં ફસાયું છે.