પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમની તબિયત સોમવારે (28 એક્ટમ્બર,2019) અચાનક લથડી હતી. તેમને તત્કાલ દિલ્હીની All India Institute of Medical Sciences (AIIMS)લઈ જવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પી ચિદમ્બરમને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી જે બાદ તેમને AIIMSમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને સવારે RML (રામ મનોહર લોહિયા) હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. પહેલા પણ તેમની તબિયત બગડી હતી અને તેમને એઈમ્સમાં દાખલ કરવમાં આવ્યા હતા.
ગયા અઠવાડિયે સુનાવણી દમિયાન તેમણે કોર્ટ પાસેથી બે દિવસની બેલ માંગી હતી. જેથી તેઓ પેટના દર્દની સારવાર કરવા માટે હૈદરાબાદ જઈ શકે. તેમણે કહ્યું હતું કે, તેમની કસ્ટડી સારવાર બાદ ચાલી રાખી શકાય છે. જોકે, ઈડીએ જવામાં કહ્યું હતું કે, 74 વર્ષીય કોંગ્રેસ નેતા સ્વાસ્થ્ય સંબંધી જરૂરત માટે એઈમ્સ ખસેડવામાં આવી શકે છે.