તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા એક ગામમાં બોરવેલમાં ફસાયેલા બે વર્ષના સુજીત વિલ્સનનું મંગળવારે મોત નીપજ્યું છે. આ બાળક 80 કલાક કરતા વધારે સમયથી 90 ફૂટના ઉંડાણમાં ફસાયું હતું. પથરાળ જમીન અને વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી હતી. સુજીત 25 ઓક્ટોબરની સાંજે પોતાના ઘરની પાછળ રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો. જે બાદ NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે તેને બચાવી શકાયો ન હતો.
