સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એક સમિતિ EPCA એ હવાના પ્રદૂષણની ગંભીર બનતી સ્થિતિને ધ્યાનમાં લઈ દિલ્હી-NCR પ્રદેશમાં પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે અને 5મી નવેમ્બર સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવોને પાઠવવામાં આવેલા પત્રમાં એન્વાયમેન્ટ પોલ્યુશન (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ) ઓથોરિટી (EPCA)ના ચેરપર્સન ભુરે લાલે જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં એક ક્વોલિટી વધારે બગડી છે અને કેટલાક સ્થળો પરખૂબ જ ગંભીર સ્તરે છે. આ સાથે ઠંડીની સિઝનમાં ફટાકડા ફોડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સત્તાવાર આંકડાકીય માહિતી પ્રમાણે શુક્રવારે દિલ્હી-એનસીઆર ખાતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વહેલી સવારે 12.30 વાગે 582 હતો.
અગાઉ EPCA એ 2જી નવેમ્બર સુધી સાંજના 6 વાગ્યા અને સવારના 10 વાગ્યા વચ્ચે બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે બાંધકામની આ પ્રવૃત્તિ દિવસના સમયગાળા દરમિયાન પણ થશે નહીં. EPCA એ ફરિદાબાદ, ગુરુગ્રામ, ગાંઝીયાબાદ, નોઈડા, બહદુરગઢ, ભિવાડી, ગ્રેટર નોઈડા, સોનપત, પાનીપતમાં કોલસા અને અન્ય ઈંધણઆધારિત ઉદ્યોગોને 5મી નવેમ્બરની સવાર સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.વિશ્વના સૌથી વધુ 10 પ્રદુષિત શહેરોની યાદીમાં 8 શહેરો એશિયાના છે. જેમાં પહેલા સ્થાને ભારતની રાજધાની દિલ્હીનું નામ છે. ત્યાર બાદ બીજા સ્થાન પર પાકિસ્તાનનું શહેર લાહોરનું નામ છે.