વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 4 નવેમ્બર સુધીની 3 દિવસની થાઈલેન્ડ યાત્રા માટે જવાના છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વેપાર, સમુદ્રી સુરક્ષા અને સંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવાના ઉદ્દેશથી તેઓ આશિયાન-ભારત, પૂર્વી એશિયા અને RCEP સમ્મેલેનોમાં ભાગ લેશે.
વિદેશ મંત્રાલયમાં પૂર્વી મામલોના સચિવ વિજય ઠાકુરે પત્રકારોની જણાવ્યું કે, મોદી થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓ ચાના આમંત્રણ પર બેંગકોક જશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન 16માં આસિયાન-ભારત સમ્મેલન, 14માં આસિયાન એશિયા સમ્મેલન અને ત્રીજા RCEP સમ્મેલન સહિત સબંધિત કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદીનો પ્રથમ કાર્યક્રમ નેશનલ ઈન્ડોર સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો છે. થાઈલેન્ડમાં ભારતીયોની સંખ્યા અઢી લાખ જેટલી છે. આ દરમિયાન સભામાં વડાપ્રધાન મોદી ગુરૂ નાનક દેવની 550મી જયંતીના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કો રજૂ કરશે.