કેન્દ્ર સરકારના પરિપત્ર અને ત્યારબાદ યુજીસીના પરિપત્રને પગલે જીટીયુ દ્વારા આગામી 14મીથી શરૂ થનારી સેમેસ્ટર પરીક્ષાઓ માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઈટર મેળવવા નવો રીવાઈઝડ સર્ક્યુલર કર્યો છે.
જે મુજબ વિશેષ ખોડખાંપણ ધરાવતા અને રાઈટર મેળવી ન શકનારા વિદ્યાર્થીઓને ત્રણ કલાકની પરીક્ષામાં એક કલાક વધારાનો અપાશે અને જે એક્સ્ટ્રા ટાઈમ નહી પરંતુ કમ્પેન્સનરી ટાઈમ તરીકે ગણવામા આવશે.

જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓને લઈને દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ ફિઝિકલી હેન્ડિકેપ વિદ્યાર્થીઓ માટે રાઈટર મેળવવા નવો સુધારેલો વિગતવાર પરિપત્ર કોલેજો-વિદ્યાર્થીઓ-વાલીઓ માટે કર્યો છે.
જે મુજબ બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા એટલે કે લ્યુકોમીયા કે આંખે ઝાંખપ ધરાવતા તેમજ સેરેબ્રલ પાલ્સી સહિતની વિશેશ ખોડ ખાંપણ ધરાવતા તેમજ શારીરિક રીતે અસક્ષમત વિદ્યાર્થીઓને જો રાઈટર મળ્યો ન હોય તો યુજીસીના આદેશ મુજબ ત્રણ કલાકની પરીક્ષામા એક કલાકનો વધુ સમય અપાશે અને અઢી કલાકની પરીક્ષા માટે 50 મીનિટ વધુ અપાશે.

જ્યારે રાઈટર મળ્યો હોય તો કલાક દીઠ મિનિમમ 20 મિનિટ સમય વધુ આપવો.આ ઉપરાંત અકસ્માતમાં ઈજા પામેલા કે પરીક્ષામા લખવા માટે બિમારીને લીધે અસક્ષમ હોય તેવા વિદ્યાર્થીઓએ રાઈટર માટે અરજી કરવાની રહેશે અને જેમાં મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટનુ અથવા સિવિલ સર્જનનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.
રાઈટર પરીક્ષા આપનાર વિદ્યાર્થીથી વધુ લાયકાત ધરાવતો ન હોવો જોઈએ અને તે પરીક્ષાર્થીના બ્લડ રીલેશનમાં ન હોવો જોઈએ.ઉપરાંત રાઈટરે પોતાના આઈડી પ્રૂફ સહિતની તમામ વિગતો કોલેજમા જમા કરાવી પડશે.કોેલેજોએ દિવ્યાંગ અને રાઈટર મેળવનારા વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોકમાં વ્યવસ્થા કરવાની રહેશે.