અયોધ્યા કેસનો ચુકાદો આ મહિનામાં આવી જશે ત્યારે જે દિવસે આ કેસનો ચુકાદો સંભળાવવામા આવશે તે દિવસે દેશમાં ઘણા લોકો કે જેમને નજરબંધ કરી દેવામાં આવશે. જણાવી દઇએ કે, તે દિવસે બીએસપીનાં પૂર્વ ધારાસભ્ય યોગેશ વર્મા સહિત 183 લોકોને નજરબંધ કરવામાં આવશે.
જણાવી દઇએ કે, યોગેશ વર્મા પર 2 એપ્રિલ 2018 નાં રોજ ભારત બંધ દરમિયાન મેરઠમાં હિંસા ફેલાવવાનો આરોપ છે. પોલીસે હિંસાની ફાઇલ ફરી ખોલી છે. આમાં જેલમાં ગયેલા તમામ લોકોને નજરકેદ કરવાની તૈયારી છે. પોલીસ અને પ્રશાસનનાં અધિકારીઓ નિર્ણયનાં દિવસે ઇન્ટરનેટ સુવિધા બંધ રાખવાનું પણ વિચારી રહ્યા છે, જેથી લોકો કોઈ ભડકાઉ સંદેશો વાયરલ ન કરે.
એસએસપી અજય સાહનીએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલ 2018 નાં રોજ ભારત બંધ દરમિયાન મેરઠમાં હિંસા થઈ હતી. શોભાપુર પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી હતી. એક વિરોધ કરનારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તોફાનીઓ દ્વારા કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. આ હિંસામાં બીએસપીનાં પૂર્વ ધારાસભ્ય અને મેયર યોગેશ વર્મા સહિત 183 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. સેંકડો લોકો જેલમાં પણ ગયા હતા.
અયોધ્યામાં ચુકાદાનાં દિવસે આ લોકો શહેરનાં વાતાવરણને અસર કરે તેવી આશંકા છે. તેથી, તે હિંસામાં નામ આવેલા લોકોની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમને એક દિવસ માટે નજરકેદ પણ રાખી શકાય છે. સુત્રોનાં જણાવ્યા મુજબ વ્હોટ્સ એપમાં 10 હજારથી વધુ ગ્રુપો પર નજર રાખવામાં આવી રહી છે. તેમાંથી કેટલાકનાં નંબરની દેખરેખ પણ લેવામાં આવી છે. તેમણે કહ્યું કે ચાર વધારાની સાયબર ટીમો બનાવવામાં આવી છે.