અગાઉ નું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તા વાળું હતું અને હવેની પેઢીના બાળકો ખુબજ નબળા હોવાનું સામે આવતા શિક્ષકો ની ઘટ અને શિક્ષકો ની શિક્ષણ સિવાય ના કામો સોંપતા હોવાથી બાળકો પૂરતા શિક્ષણ થી વંચિત રહેતા હોવાનું સપાટી ઉપર આવતા આગામી દિવસોમાં શિક્ષકોને તમામ બિન શૈક્ષણિક કાર્યો જેવા કે મિડ ડે મિલ, મતદાર યાદી તૈયાર કરવી, વસ્તી ગણતરી સહિતના કાર્યો થી મુક્તિ મળશે એવા અહેવાલ છે જોકે, આ અંગે હજુસુધી સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ હવે શિક્ષકો પર માત્ર બાળકોને ભણાવવા પુરતીજ જવાબદારી રહેશે.
માનવ સંશાાૃધન વિકાસ મંત્રાલયની નવી પ્રસ્તાવિત શિક્ષણ નીતિમાં શાળાના શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે દૂર રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓાૃથી દૂર રાખવામાં આવશે તો શિક્ષકો બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને શિક્ષણની ગુણવત્તા માં પણ સુધારો આવશે.
પ્રસ્તાવિત નવી શિક્ષણ નીતિ તૈયાર કરનારી સમિતિએ પોતાના પ્રાાૃથમિક મુસદ્દામાં શિક્ષકોને મીડ ડે મીલની જવાબદારી થી અલગ રાખવાની સલાહ પણ આપી છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મીડ ડે મિલ ઉપરાંત તમામ બિન શૈક્ષણિક કાર્યોાૃથી તેમને મુક્ત રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
એક અહેવાલ પ્રમાણે દેશમાં શિક્ષકોની દસ લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત નીતિને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે અગાઉ નીતિ આયોગે પણ શાળાના શિક્ષકોને ચૂંટણી કાર્ય સહિતના બીજા બિન શૈક્ષણિક કાર્યો થી પણ મુક્ત કરવાની સલાહ આપી હતી. જો કે દિલ્હી જેવા કેટલાક રાજ્યો માં શિક્ષકોને બીએલઓ ની જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયા છે અને ત્યાં ત્યારબાદ રિજલ્ટ સારું જોવા મળ્યું છે ત્યારે ટુક સમય માં તમામ રાજ્યો માં શિક્ષકો ને શિક્ષણ સિવાય ના વધારા ના કામો માંથી મુક્તિ મળે તેવા એધાણ વર્તાઇ રહયા છે.