યુનિકઆઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને અન્ય જાણકારીઓ અપડેટ કરવાના નિયમોમાં સંશોધન કર્યું છે. સંશોધિત નિયમ અનુસાર આધાર કાર્ડમાં જન્મદિવસ, નામ અને લિંગમાં પરિવર્તન કરવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જન્મદિવસમાં ફેરફાર માત્ર એક જ વાર શક્ય છે.
1. નામમાં ફેરફાર કેટલી વાર શક્ય છે?
UIDAIના નવા નિયમ અનુસાર, આધારકાર્ડમાં નામના નવા નિયમ અનુસાર, આધારકાર્ડમાં ફેરફાર માત્ર બે વાર જ કરી શકાય છે.
2. જન્મદિવસમાં ફેરફાર કેટલીવાર શક્ય છે ?
જેવું પહેલા જણાવાયું છે તેમ જન્મદિવસમાં ફેરફાર માત્ર એક જ વાર શક્ય છે. જાણકારી અનુસાર આધારકાર્ડમાં પહેલીવાર જે તારીખ દાખલ થયેલી છે. તેમાં ત્રણ વર્ષ (ઘટાડી અથવા વધારી)નો ફેરફાર શક્ય છે.
એનરોલમેન્ટના સમયે જન્મદિવસને લઈને જે દસ્તાવેજ જમા કરાવવામાં આવે છે, UIDAIના રેકોર્ડમાં તેને જ પ્રમાણિક માનવામાં આવે છે. જો કોઈની પાસે એનરોલમેન્ટના સમયે કોઈ દસ્તાવેજ નથી તો તે જ તારીખ સ્વીકાર કરાય છે. જે દાખલ કરવામાં આવે છે. જેમાં ફેરફાર માટે અરજદારને દસ્તાવેજ જમા કરવાની જરુર હોય છે.
3. જાતિમાં ફેરફાર કેટલીવાર શક્ય છે?
જાતિમાં ફેરફાર/અપડેટ માત્ર એક જ વાર શક્ય છે.
4. જો કોઈ આધાર કાર્ડ યૂઝર નામ, જન્મદિવસ અને જાતિમાં વધારે ફેરફાર કરવા ઈચ્છે છે તો તેને નજીકની UIDAI ઓફિસમાં સંપર્ક કરવો જોઈએ.
5. આવા યૂઝર્સને પહેલા UIDAI ઓફિસને મેઈલ ([email protected].) કરવો પડશે અથવા તો પોતે જઈને રિક્વેસ્ટ નાખવી પડશે. અરજદારે રિક્વેસ્ટમાં એ જણાવવું પડશે કે કયા હાલાત અને મજબૂરીમાં તેને ફેરફાર કરવાની જરુર છે. આ પછી નિર્ણય લોકલ UIDAI ઓફિસના અધિકારીઓને કરવાનો રહેશે. જે તપાસ કરવા માટે સ્વતંત્ર છે.