Vivo ઈન્ડિયાએ દેશમાં Y સિરીઝના નવા સ્માર્ટફોન Vivo Y19ને લોન્ચ કરી દીધો છે. Y સિરીઝના બીજા સ્માર્ટફોનની જ જેમ આ સ્માર્ટફોન પણ માત્ર ઓફલાઈન સ્ટોર્સ પર જ ઉપલબ્ધ થશે. ભારતમાં Vivo Y19ની કિંમત 13,990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ગ્રાહકો માટે માત્ર એક વેરિએન્ટ 4GB/64GBમાં જ મળશે.
Vivo Y19ને મલ્ટી ટર્બો અને ગેમ સ્પેસના સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 5,000mAhની બેટરી સાથે 18W ડ્યુઅલ-એન્જિન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે વીવી Y19ના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં સિંગલ કેમેરો આપવામાં આવ્યો છે.
રિયરમાં 16MP પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરો અને એક 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે અહીં ફ્રન્ટમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. Vivo Y19માં ફિંગરપ્રિન્ટ સેન્સર રિયરમાં આપવામાં આવ્યું છે અને આમાં AI બેસ્ડ ફેસ અનલોક સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં વોટર ડ્રોપ નોચ સાથે 6.53-ઈંચ IPS LED ડિસ્પલે આપવામાં આી છે. આ સ્માર્ટફોન ફુલHD+ (1080 x 2340 પિક્સલ) રિઝોલ્યૂશન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. હાર્ડવેરની વાત કરીએ તો Vivo Y19માં 4GB રેમ સાથે MediaTek Helio P65 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આની ઈન્ટરનલ મેમોરી 64GBની છે અને કાર્ડની મદદથી આને વધારી શકાય છે. આ એન્ડ્રોઈડ 9 પાઈ બેસ્ડ FunTouch OS 9.2 પર ચાલે છે.
તે ઉપરાંત તમને જણાવી દઇએ કે, વીવો ભારતમાં U સિરીઝનો પણ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ સ્માર્ટફોન Vivo U20 હશે. આને ભારતમાં 20 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.