સોશિયલ મીડિયા સેલિબ્રેટી અને રિયલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર પોતાની કૉસ્મેટિક કંપનીની 51 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે. 22 વર્ષની કાઈલી પોતાની કંપની કાઈલી કોસ્મેટિકને 4320 કરોડ રૂપિયા (60 કરોડ ડોલર)માં ન્યૂયોર્કની કૉસ્મેટિક કંપની કોટીને વેચશે.
કોટીની પાસે કવરગર્લ જેવી અનેક અંતરરાષ્ટ્રીય કોસ્મેટિક બ્રાન્ડ છે. કોટી દ્વારા કાઈલી કોસ્મેટિકની વેલ્યુએશન 1.2 અરબ ડોલર આંકવામાં આવી છે. જોકે, ડીલ અનુસાર કોટી દ્વારા કાઈલી બ્રાન્ડનું નામ નહીં બદલવામાં આવે. આ ડીલ નાણાકિય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં પૂર્ણ થવાની જવાબદારી છે. કોસ્મેટિક્સ બ્રાન્ડથી કોટીની આવક ગત વર્ષે 17.7 કરોડ ડોલર રહી હતી. કંપનીને આશા છે કે, આ પાર્ટનરશિપથી આવતા 3 વર્ષ સુધી વાર્ષિક એક ટકાથી વધુ રેવેન્યૂ ગ્રોથની આશા છે.
સૌથી ઓછી ઉંમરના અરબપતિ
કાઈલી દુનિયાની સૌથી ઓછી ઉંમરની અરબપતિ છે. ગત વર્ષે તેની કંપનીએ લગભગ 36 કરોડ ડોલરના ઉત્પાદકો વેચ્યા હતા. ફોર્બ્સએ 2018ની લિસ્ટમાં તેને યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલેનિયરની જાહેર કરી હતી.
સોશિયલ મીડિયા પર 27 કરોડથી વધુ ફોલોઅર્સ
કાઈલી જેનરના સોશિયલ મીડિયા પર 27 કરોડથી વધુ ફોલોઅર્સ છે. બન્ને કંપનીઓએ સોમવારથી પોર્ટનરશિપની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેનાથી કાઈલી બ્રાન્ડને દુનિયાભરમાં વિસ્તારવામાં અને નવી કેટેગરીઓ સાથે જોડવામાં મદદ મળશ