Video: કાચબાએ તોફાની કુતરાને એવો પાઠ ભણાવ્યો કે જિંદગીભર યાદ રહેશે, તમે ભાગ્યે જ જોયો હશે આવો નજારો!
સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો અવારનવાર લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. સામાન્ય રીતે કુતરાઓને દુનિયાના સૌથી તોફાની પ્રાણીઓમાં ગણવામાં આવે છે, જે ગમે તેને પરેશાન કરવાની તક છોડતા નથી. પરંતુ ક્યારેક આ મસ્તી તેમને ભારે પડી જતી હોય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કુતરો શાંત બેઠેલા કાચબાની સળી કરવા જાય છે અને પછી જે થાય છે તે જોઈને તમે દંગ રહી જશો.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે એક કુતરો કાચબાને જાણે કોઈ રમકડું સમજી રહ્યો હોય તેમ તેને સતત પરેશાન કરે છે. કુતરો ક્યારેક કાચબાના મોઢાને ચાટવાનો પ્રયત્ન કરે છે તો ક્યારેક તેને બચકું ભરવા જાય છે. કાચબો ઘડીક વાર તો આ બધું સહન કરે છે, પણ પછી અચાનક તે આક્રમક થઈ જાય છે.
જેવો કુતરો ફરીથી કાચબાની નજીક મોઢું લઈ જાય છે, કે તરત જ કાચબો વીજળીની ઝડપે કુતરાની જીભ પોતાના મોઢામાં પકડી લે છે! કાચબાની પકડ એટલી મજબૂત હોય છે કે કુતરો પીડાથી તરફડવા લાગે છે અને લાખ કોશિશ કરવા છતાં પોતાની જીભ છોડાવી શકતો નથી. કદાચ જ તમે અગાઉ ક્યારેય કાચબાનું આવું રૌદ્ર સ્વરૂપ જોયું હશે.
कछुये ने सिखाया कुत्ते को सबक.. 🐕😱😱
आपने ऐसा वीडियो कभी नहीं देखा होगा😮😱
Horryfying 😱😱😯 Video pic.twitter.com/LKMXnwC5cX
— Prisha (@pki42) January 3, 2026
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
એક્સ (ટ્વિટર) પર શેર કરવામાં આવેલા આ 15 સેકન્ડના વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર રમુજી અને ગંભીર બંને પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે:
- એક યુઝરે લખ્યું: “ડોગેશભાઈ બરાબરના ફસાયા છે, હવે જીભ છૂટશે ત્યારે ખબર પડશે!”
- બીજા યુઝરે રમુજી અંદાજમાં કહ્યું: “આ વીડિયો પરથી શીખવા મળે છે કે બધી વસ્તુ ખાવા માટે નથી હોતી, અમુક વસ્તુઓ તમને સામે ખાઈ પણ જાય છે!”
- અન્ય એક યુઝરે કહ્યું: “કાચબાને ક્યારેય નબળો ન સમજવો, તે શાંત છે પણ કમજોર નથી.”
આ વીડિયો આપણને શીખવે છે કે મૂંગા પ્રાણીઓ ભલે શાંત દેખાતા હોય, પણ જ્યારે તેમની ધીરજ ખૂટે છે ત્યારે તેઓ વળતો પ્રહાર કરતા અચકાતા નથી.