ગુજરાતના પશુપાલન ક્ષેત્રને નવી દિશા: ગાંધીનગરમાં આવતીકાલે 565 પશુપાલકોને મળશે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ગ્રામિણ અર્થવ્યવસ્થાને બળ આપતું આયોજન: NFSU ખાતે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહ

ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા માટે આવતીકાલ તા. ૬ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ખાતે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહીને વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરશે.

આધુનિક ટેકનોલોજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓના સંગમ દ્વારા જે પશુપાલકોએ દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કર્યા છે, તેમને આ મંચ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર પશુપાલકોને એવોર્ડની સાથે-સાથે પ્રોત્સાહન માટે ક્રમશ: રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૫૧,૦૦૦ અને રૂ. ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રાશિ પણ એનાયત કરવામાં આવશે.

Best Livestock Farmer Award Gujarat 2026 1.png

- Advertisement -

આ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૂ. ૨૫,૦૦૦ અને દ્વિતીય ક્રમે આવનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. તેવી જ રીતે, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ અને દ્વિતીય ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૧૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે.

Best Livestock Farmer Award Gujarat 2026 2.png

- Advertisement -

આમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત આવતીકાલે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા કુલ ૩, જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૬૬ અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૪૯૬ પશુપાલકો મળી સમગ્ર રાજ્યના કુલ ૫૬૫ પશુપાલકોને કુલ રૂ. ૯૧,૦૦,૦૦૦થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.