ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ ત્રણ વર્ષથી કોઇની સાથે ફોન પર વાત નથી કરતો. તે પોતાની સુરક્ષાને લઇને સાવચેત છે. ન્યૂઝ એજન્સી અનુસાર, દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે દાઉદ સાથીઓ સાથે પાકિસ્તાનમાં છુપાયેલો છે તેના પાક્કા પુરાવા મળ્યા છે. દિલ્હી પોલીસે તેનો છેલ્લો કોલ નવેમ્બર 2016માં રેકોર્ડ કર્યો હતો. દાઉદ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ મુંબઇ છોડીને ભાગી ગયો હતો.
દિલ્હી પોલીસે દાઉદના ફોન કોલમાં સેંધ લગાવી તેની 15 મિનિટની રેકોર્ડિંગ કરી હતી. તેને દિલ્હી પોલીસના જાસુસોએ કરાચી સ્થિત નંબર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી રેકોર્ડ કરી હતી. સુત્રોએ જણાવ્યુ કે દક્ષિણ એશિયાના સૌથી કુખ્યાત ગુનેગાર ડી કંપનીના બૉસ પોતાના એક સહયોગી સાથે વાત કરી રહ્યો હતો.જોકે, આ સહયોગીની ઓળખ થઇ શકી નહતી. દિલ્હી પોલીસના એક આઇપીએસ અધિકારીએ જણાવ્યુ, ‘વાતચીત દરમિયાન લાગ્યુ કે તેણે દારૂ પીધો હતો કારણ કે તેનો અવાજ થોડો લડખડાવતો હતો. કુલ મળીને વાતચીત અંગત હતી અને અંડરવર્લ્ડની કોઇ ગતિવિધિની યોજનાનો ઉલ્લેખ થયો નહતો.’
1994થી દાઉદનો પીછો કરી રહ્યાં છે નીરજ કુમાર
અધિકારીએ જણાવ્યુ કે બાદમાં આ મામલે ઉચ્ચસ્તરીય વાતચીત થઇ જેમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના ટોપના અધિકારી સામેલ હતા.જોકે, રૉ પાસે દાઉદના ફોન પર વાચતીતમાં કેટલાક વાક્ય છે જેમાં તત્કાલીન દિલ્હી પોલીસ કમિશનર નીરજ કુમાર દ્વારા જૂન 2013માં રેકોર્ડ કરવામાં આવેલી અંડરવર્લ્ડની સૌથી ચર્ચિત વાતચીત છે. દાઉદનો 1994થી પીછો કરી રહેલા નીરજ કુમારે કહ્યું, ‘સ્પોટ ફિક્સિંગ મામલાની તપાસ દરમિયાન અમે દાઉદનો અવાજ સાંભળ્યો હતો. આ મામલે આઇપીએલના કેટલાક ક્રિકેટરોને આરોપી બનાવવામાં આવ્યા હતા.’નીરજ કુમારે દાઉદના સહયોગી સ્વર્ગીય ઇકબાલ મિર્ચી વિરૂદ્ધ મામલાની તપાસ કરી હતી. નીરજ કુમારે કહ્યું, ‘મે દાઉદની વાતચીતની 2016ની રેકોર્ડિંગ પર ટિપ્પણી કરી શકતો નથી પરંતુ દિલ્હી પોલીસના વિવિધ એકમ ડૉન સાથે સાથે ડી-કંપનીના સહયોગીઓના કોલ્સમાં સેંધમારી કરવામાં સક્ષમ છે.’
દાઉદને હાર્ટની બીમારી
આ પહેલા 2014-15માં ભારતીય એજન્સીઓએ સતત ટેલિફોન પર દાઉદની વાતચીતને શોધી હતી જ્યા તે દુબઇમાં જમીનના સોદામાં પોતાના સહયોગી જાવેદ અને એક અન્ય જાણકાર સાથે વાતચીત કરી રહ્યો હતો. સુત્રોએ જણાવ્યુ કે દાઉદ કરાચીના પોતાના ફોન નંબરથી દુબઇ સ્થિત પોતાના સહયોગીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. દાઉદના ફોન ટેપ કરવામાં ભારતીય એજન્સીઓની મદદ પશ્ચિમી દેશોની એજન્સીઓએ કરી હતી જે બાદમાં મીડિયાના એક વર્ગ પાસે લીક થઇ ગઇ. જેનાથી અટકળો લગાવાતી હતી કે ભારતનો મોસ્ટ વોન્ટેડ બીમાર છે. કહેવામાં આવ્યુ કે તે હાર્ટની બીમારીથી પીડિત છે અને કરાચીની હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેના ભાઇ અનીસ ઇબ્રાહિમે આ વાતનો ઇનકાર કરી દીધો હતો. અંડરવર્લ્ડ ડોન રેડિયો સાઇલન્સ બનાવેલા છે જેનાથી ભારતની જાસુસી એજન્સી હેરાન છે. એજન્સીઓને દાઉદના પાકિસ્તાનની કુખ્યાત સી વિંગ આઇએસઆઇ સાથે રણનીતિક ગઠબંધનની પુરી જાણકારી છે.