ગૂગલ પોતાની મેસેન્જર સર્વિસ ગૂગલ મેસેજમાં એક કામનું ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે. નવી અપડેટ બાદ ગૂગલ મેસેજમાં વેરિફાઇડ મેસેજ અને સ્પામ પ્રોટેક્શન ફીચર મળશે. જણાવી દઇએ કે ગૂગલ મેસેજ તમામ સ્ટોક એન્ડ્રોઇડ ફોનમાં ડિફોલ્ટ ઇન્સ્ટોલ મળે છે.
નવી અપડેટ બાદ તમારી પાસે કોઇ મેસેજ આવશે તો તે વેરિફાઇડ નંબરમાંથી આવશે. એવામાં હવે ખબર પડશે કે ક્યો મેસેજ બનાવટી છે અને ક્યો અસલી. ઉદાહરણ તરીકે જો કોઇ બેંકનો મેસેજ આવશે તો તે વેરિફાઇડ હશે. વેરિફાઇડ મેસેજની સાથે તે કંપનીનો લોગો અને વેરિફિકેશન ટીક માર્ક હશે.
ગૂગલ મેસેજમાં વેરિફાઇડ એસએમએસ ફીચર સૌથી પહેલા ભારત, અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, બ્રિટેન, ફ્રાંસ, ફિલિપાઇન્સ, સ્પેન અને કેનેડમાં લોન્ચ થશે. જોકે લોન્ચિંગ તારીખ અંગે હાલ કોઇ માહિતી સામે આવી નથી.
વેરિફાઇડ મેસેજ ઉપરાંત ગૂગલ મેસેજમાં સ્પામ પ્રોટેક્શનનું પણ ફીચર આવી રહ્યું છે. આ ફીચર આવ્યાં બાદ તમારા નંબર પર જો કોઇ સ્પામ મેસેજ આવે છે તો ગૂગલ તમને એલર્ટ કરશે અને ચેતવણી આપશે. ઉજાહરણ તરીકે સ્પામ મેસેજ મળ્યા બાદ ગૂગલ તમને report not spam અને report spam નું ઓપ્શન આપશે.ગ