રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોમવારે પત્ની સાક્ષી ધોનીનો અભિનયનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ધોનીએ કહ્યું કે તેણે કેવી રીતે પત્નીને સમજાવ્યું કે અભિનય કરવો એ સરળ કાર્ય નથી. વીડિયો શેર કરતી વખતે ધોનીએ કેપ્શનમાં લખ્યું હતું કે, આખરે એક્ટિંગ કરવી કેટલી પડકારજનક છે.
સાક્ષીનો આ વીડિયો એક એડ શૂટનો છે. સાક્ષી અહીં સંવાદ આપવા માટે રિહર્સલ કરી રહી છે. બે-ત્રણ પ્રયત્નો પછી પણ સાક્ષીને સંવાદો બોલવામાં મુશ્કેલી પડી, ધોનીએ પણ તેને સલાહ આપી. સાક્ષીએ તેના કાગળ પર લખેલા સંવાદ વાંચ્યા. પરંતુ કેમેરા પર હોવાથી, તે નર્વસ છે અને દરેક વખતે સંવાદ વાંચી શકતી નથી. સાક્ષીના આ વીડિયોને અત્યાર સુધીમાં 43 લાખથી વધુ લાઈક્સ મળી છે.