નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષીઓને 7 જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે. પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યુ કે હુ તમને પૂરો સમય આપી રહ્યો છુ તેથી 7 જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે.
દોષી કોઈ પણ કાયકાકીય કે દયા અરજી જેવા વિકલ્પ ફૉલો કરવા ઈચ્છે તે કરી શકે છે. કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાની માતા રડવા લાગી. તેમણે કહ્યુ કે દોષીઓ પાસે તમામ અધિકાર છે અમારા અધિકારોનું શુ?
અગાઉ મૃત્યુદંડની સજા મેળવેલા ચારમાંથી એક દોષી અક્ષયની સમીક્ષા અરજી બુધવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યુ કે અક્ષયની સમીક્ષા અરજી અન્ય દોષીઓની અરજીઓના સમાન હતી. જેને સુપ્રીમ કોર્ટ 2018માં જ રદ કરી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ સજાની સમીક્ષામાં અમને કોઈ આધાર જોવા મળ્યા નથી. જસ્ટિસ ભાનુમતિએ કહ્યુ કે બેન્ચે તે તર્ક પર યોગ્ય વિચાર કર્યો. જેમાં અરજીકર્તાઓએ પુરાવા એકત્ર કરવાની માગ કરી હતી અને તેની અનુમતિ અપાઈ નથી.