નવી દિલ્હી : વિશ્વની સૌથી લોકપ્રિય ટી 20 લીગ આઈપીએલમાં ચાલી રહેલ ખેલાડીઓની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું વર્ચસ્વ છે. હરાજીના પહેલા સેટમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સને સૌથી મોટી બોલી મળી. ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચ પણ ખૂબ મોંઘા રહ્યા હતા. કોલકાતામાં આજે (19 ડિસેમ્બર)ના રોજ આઈપીએલની હરાજી ચાલી રહી છે. પહેલો સેટ લગભગ એક કલાકનો હતો.
આઈપીએલ 2020 માટે ચાલી રહેલી હરાજીમાં પહેલી બોલી ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન પર લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સે લીન પર બે કરોડની બોલી લગાવી. આ પછી, ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઓ.એન મોર્ગનનો નંબર આવ્યો. કેકેઆર ( KKR)એ તેમને 5.25 કરોડમાં ખરીદ્યો. ભારતનો રોબિન ઉથપ્પા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. રોયલ્સએ તેના પર 2.6 કરોડની બોલી લગાવી.
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની વાત કરીએ તો પેટ કમિન્સને સૌથી મોટી બોલી મળી. કોલકાતાએ તેને 15.50 કરોડમાં ખરીદ્યો. બીજો સૌથી મોંઘો ખેલાડી પણ ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ હતો. 10.75 કરોડની બોલી સાથે કિંગ્સ ઇલેવન પંજાબે તેમની ટીમમાં સામેલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 4.40 કરોડમાં ખરીદ્યો હતો.