પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને અહીની એક વિશેષ કોર્ટે બંધારણ બદલવા માટે દેશદ્રોહ મામલે મંગળવારે મોતની સજા સંભળાવી છે. તે પ્રથમ એવા સેન્ય શાસક છે જેમણે દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં મોતની સજા સંભળાવી છે. જે સ્પેશ્યલ કોર્ટે મુશર્રફને મોતની સજા આપી છે તેણે આશરે 167 પાનામાં વિસ્તારથી પોતાનો નિર્ણય લખ્યો છે.
ANI રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે આ નિર્ણયમાં એમ પણ લખવામાં આવ્યુ છે કે જો પરવેઝ મુશર્રફનું મોત સજા પહેલા થઇ જાય છે તો ઘસેડતા તેની લાશને ઇસ્લામાબાદના ડી ચૌક પર ત્રણ દિવસ સુધી લટકાવી દેવામાં આવશે.
નિર્ણયમાં કહી આ વાત
પાકિસ્તાન ટુડેમાં છપાયેલા આ નિર્ણયમાં લખવામાં આવ્યુ છે કે તે સમયે કોર કમાન્ડર કમિટી જેમાં તમામ વર્દીધારી અધિકારી અને દરેક સમય, દરેક જગ્યાએ મુશર્રફની દેખરેખ રાખનારાઓ પણ મુશર્રફના કાર્યોમાં સામેલ છે.
નિર્ણયમાં કહેવામાં આવ્યુ છે કે આરોપો અનુસાર તેમણે દોષી માનવામાં આવ્યા છે. દોષી થતા સજા-એ-મોત સંભળાવવામાં આવી છે. નિર્ણયમાં કહેવામાં આવ્યુ છે કે મુશર્રફ જેટલા કેસમાં દોષી છે તેમણે અંતિમ શ્વાસ સુધી એટલી વખત ફાંસીના ફંદા પર લટકાવવામાં આવે.
નિર્ણય અનુસાર, ‘અમે કાયદાકીય એજન્સીઓને આદેશ આપીએ છીએ કે ભાગેડુ/દોષીની ધરપકડ કરવા માટે પુરી તાકાત લગાવી દેવામાં આવે અને સુનિશ્ચિત કરે કે કાયદાના હિસાબથી સજા આપવામાં આવે.જો મૃત મળે તો તેમની લાશને ઇસ્લામાબાદના ડી ચૌક પર ખેચીને લાવવામાં આવે અને ત્રણ દિવસ સુધી લટકાવી રાખવામાં આવે.
બીમાર પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું છે દેશદ્રોહ મામલામાં એક કોર્ટ દ્વારા તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા અંગત પ્રતિશોધ પર આધારિત છે.જોકે, આ નિર્ણયનો પાકિસ્તાનની શક્તિશાળી સેનાનો વિરોધ કર્યો છે.
મુશર્રફે કહ્યું- વાત રાખવાની તક ના મળી
કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવ્યા બાદ મુશર્રફના સમર્થકોએ દેશના વિવિધ ભાગમાં તેમના સમર્થનમાં નાની રેલી કાઢી હતી. મુશર્રફ પર બંધારણને નિષ્પ્રભાવી બનાવવા અને પાકિસ્તાનમાં નવેમ્બર 2007માં બંધારણીય ઇમરજન્સી લગાવવાનો આરોપ હતો.
મુશર્રફને મોતની સજા સંભળાવી છે
મહત્વપૂર્ણ છે કે પેશાવર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ અદાલતની ત્રણ સભ્યોની પીઠે 76 વર્ષીય મુશર્રફને લાંબા સમયથી ચાલી રહેલા દેશદ્રોહના મામલે મોતની સજા સંભળાવી છે. આ ઘટના 2007માં બંધારણને સસ્પેન્ડ કરવા અને દેશમાં ઇમરજન્સી લગાવવાનો છે જે એક દંડનીય ગુનો છે અને મામલે તેમના વિરૂદ્ધ 2014માં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. પૂર્વ સૈન્ય પ્રમુખ માર્ચ 2016માં સારવાર માટે દુબઇ ગયા હતા અને સુરક્ષા અને સ્વાસ્થ્યનો હવાલો આપી ત્યારથી પરત ફર્યા જ નથ