ઓસ્ટ્રેલિયામાં જંગલી આગે હાહાકાર મચાવી રાખ્યો છે. દિનપ્રતિદિન આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. ગુરુવારે આગ સિડની શહેર સુધી ફેલાઈ જતા બીજીવાર ઈમરજન્સી જાહેર કરવાનો વખત આવ્યો છે. હાલના સમયે સિડનીની ચારે બાજુએ 100 જગ્યાએ જંગલની આગ ફેલાઈ રહી છે તેમાં તો ત્રણ મોટી આગ સિડનના દરવાજા પર લાગી છે. બોયડ નેશનલ પાર્કમાંથી કાંગારુઓ અને બીજા પ્રાણીઓ જીવ લઈને નાસી રહ્યાં છે.
આખું સિડની શહેર ધુમાડાનાં વાદળમાં
આખું ન્યૂ સાઉથ વેલ્સ બંધ
ન્યૂ સાઉથ વેલ્સમાં ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓએ દુકાનો, સરકારી ઓફિસો, સ્કૂલ, બજાર સહિતનું બીજું બધું બંધ કરાવી દીધું છે. લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું જણાવી દેવામાં આવ્યું છે. સિડનીથી 190 કિલોમીટર દૂર સોહલહેવન નામના દરિયા કિનારાના શહેરને ખાલી કરાવી દેવામાં આવ્યું કારણ કે ત્યાં પણ ધુમાડાની અસર પહોંચી છે. ત્યાંના મેયરે અમાંડા ફિંડલેએ જણાવ્યું કે અમે લોકોને સુરક્ષિત ઠેકાણે મોકલી આપ્યાં છે. સિડનીને આગથી બચાવવા 1700 કરતા પણ વધારે અગ્નિશમન કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યાં છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી આગને નાથવા માટે આટલા કર્મચારીઓ પૂરતા નથી. સિડનીમાં લગભગ 50 લાખ લોકો વસવાટ કરે છે.