ઉન્નાવ રેપ કેસના દોષિત અને ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા પર આજે નિર્ણય આવી શકે છે. સેંગરને અપહરણ અને બળાત્કારનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ સેંગરને વધુમાં વધુ સજા થાય તેવી માગ કરી છે. 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોના સેકશન 6 અંતર્ગત દોષી જાહેર કર્યો છે.
આ ઉપરાંત સહ આરોપી મહિલા શશિસિંહને પણ દોષિત જાહેર કરી છે. જ્યારે 17 ડિસેમ્બરે સજા પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આગામી સુનાવણી પહેલાં કુલદીપ સેંગરને પોતાની આવક અને સંપત્તિની સમગ્ર વિગત આપવાના આદેશ આપ્યા હતા. સેંગર પર 2017માં 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મનો આરોપ છે.
સીબીઆઇ અને આરોપી તરફથી અંતિમ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 16 ડિસેમ્બર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લખનઉની કોર્ટે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો અને જજ ધર્મેશ શર્માએ 5 ઓગસ્ટથી મામલાની સુનાવણી શરૂ કરી હતી.