દિલ્હી એનસીઆર સહિત દેશના ઘણા મોટા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબ, હરિયાણા, કાશ્મીર, અમૃતસર, ચંદીગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાંજે 5.12 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયાની સાથે જ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6. 6 નોધવામાં આવી છે.
આ ભૂકંપના આંચકા દેશના મોટા શહેરોમાં અનુભવાયા હતા, લોકો પરેશાન થયા હતા. આ તીવ્ર આંચકો કશ્મીર – હિમાચલ સહિતના પર્વતીય વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. આ ડુંગરાળ વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકો વધુ પરેશાન થયા હતા. આંચકો લાગતાંની સાથે જ લોકો આ પહાડી વિસ્તારોમાં પણ ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી.