ડિસેમ્બર મહિનો આવતા જ શહેરમાં આવેલા કાંકરિયા વિસ્તારની રોનક જ બદલાઇ જાય છે. કાંકરિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એટલે કે 7 દિવસ સુધી કાંકરિયા અલગ-અલગ સ્ટેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.
કાંકરિયા કાર્નિવલમાં લેસર શો, હોર્સ શો, ડોગ શો, ડ્રામા પરફોર્મન્સ, હાસ્ય દરબાર, ડિઝની કેરેકટર્સ, લોક નૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, તબલા પરફોર્મન્સ, માઉથ ઓર્ગન્સ પરફોર્મન્સ, યોગા, પપેટ શો અને લોક ભવાઈ જેવા મુખ્ય આકર્ષણો હશે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓશમાન મીર જેવા ગાયકો અને સાંઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે. આ સાથે શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે