બિહાર બંધ દરમિયાન થયેલી હિંસા અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડને કારણે બિહાર પોલીસે આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવ સહિત 27 લોકો સામે એફઆઈઆર નોંધી છે. આપને જણાવી દઇએ કે, 21 ડિસેમ્બરનાં રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું, આ બંધને મહાગઠબંધનની તમામ પાર્ટીઓએ ટેકો આપ્યો હતો પરંતુ આ દરમિયાન શાંતિપૂર્ણ બંધને બદલે પટના સહિત સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી.
રાજ્યભરમાં આરજેડી કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ તોડફોડ કરવામાં આવી હતી, વિવિધ સ્થળોએ ટ્રેનો રોકી દેવામાં આવી હતી, અનેક સરકારી વાહનો અને રિક્ષાઓને નિશાનો બનાવવામાં આવી હતી. આથી પોલીસે કાર્યવાહી કરતાં તેજસ્વી યાદવ સહિત 27 લોકો પર પટનાનાં ડાકબંગલા ચોકમાં હોબાળો, ટ્રાફિક વિક્ષેપ કરવાનાં આરોપમાં એફઆઈઆર નોંધી, આ બધાને કલમ 147/149/188/341/504/ આઈપીસી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.