એક કપલ સ્કૂલ સામેથી પસાર થઈ રહેલી બસમાં શારીરીક સંબંધ બનાવી રહ્યું હતું. કાચની બારીના કારણે એક વ્યક્તિએ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કપલની આકરી ટીકા કરી છે. બસ ચલાવનારી ટ્રાંજિટ કંપનીએ ઘટનાની જાણકારી અધિકારીઓને આપી છે.
આ સમગ્ર ઘટના બ્રિટનની છે. માનચેસ્ટરના પ્રેસ્ટવિચ પાસેથી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન કારમાં જઈ રહેલા એન્જિનિયર જોન પોલ ડોલેને કપલ અતરંગ પળો માણી રહેલું ધ્યાનમાં આવ્યું હતું. આ ઘટના ગયા સપ્તાહની છે.
આ અંગે પોલ ડોલને જણાવ્યું કે, તેમણે કપલની અજીબ હરકતની તસ્વીરો કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન બસમાં અન્ય લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા.
પોલ ડોલને જણાવ્યુ કે, શરૂઆતમાં મને સ્ટંટ ફની લાગ્યો, પરંતુ તેમણે જોયુ કે, બસ એક સ્કૂલ પાસેથી પસાર થઈ રહી છે અને કપલ આવી આવી કઢંગી હાલતમાં મજા માણી રહ્યું છે. આથી તેમણે ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
વીડિયો સામે આવ્યા બાદ ટ્રાન્જિટ કંપની ‘ગો નોર્થ વેસ્ટ’એ જણાવ્યુ કે, તેમણે સંબંધિત અધિકારીઓને ઘટનાની જાણકારી આપી છે. જો કે પોલ ડોલને જણાવ્યુ કે, કેમ ડ્રાઈવરે CCTVમાં કપલની હરકતને નોટિસ નથી કરી.