કેદારપુરી હજી પણ બરફથી ઢંકાયેલું છે. અહીં છ ફૂટથી વધારે બરફ હાજર છે. મજૂરોએ બરફથી હટાવીને અવર-જવર માટે એક ફૂટ પહોળો રસ્તો બનાવ્યો છે. ઘણા દિવસોથી 24 કલાક તાપમાન માઈનસ રહેવાને કારણે મજૂરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સોમવારે ધામમાં મહત્તમ તાપમાન માઈનસ 6 અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. 12 ડિસેમ્બરથી અહીં વીજળી અને સંચાર સેવા બંધ છે. કેદારનાથથી પાછી ફરેલી ચાર સદસ્યોની વુડસ્ટોનની ટીમે જણાવ્યુ હતુકે, પાછલાં એક સપ્તાહથી ધામમાં હવામાન ઠીક છે. પરંતુ મંદિર પરિસરથી લઈને આખા ક્ષેત્રમાં 6 ફૂટ કરતાં વધારે બરફ હજી પણ છવાયેલો છે.

સવારથી લઈને રાત સુધી શીતલહેરનો પ્રકોપ બનેલો રહે છે. આ પરિસ્થિતીમાં બરફને હટાવવાની કામગીરી પણ થઈ રહી નથી. બરફ પડ્યા બાદ વીજળી અને સંચાર સેવા ઠપ રહેવાને કારણે મજૂરો અને અન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

હાલમાં કંપનીનાં ટીમનાં પ્રભારી મનોજ સેમવાલે જણાવ્યુ હતુકે, હાલમાં પુનનિર્માણનાં કાર્યોને ફરીથી શરૂ કરવા અસંભવ છે. કેદારનાથથી રામબાડા સુધીનાં પગપાળા રસ્તા પર ઘણો બરફ છે. જેથી અવર-જવર કરવી સરળ નથી.

ઉલ્લેખનીય છેકે, ગઈ 12-13 ડિસેમ્બરે થયેલી ભારે હિમવર્ષા બાદ કેદારનાથના જીલ્લાં મુખ્યાલય સાથે સંપર્ક કપાયેલો છે. સાથે જ ત્યાં બધા જ પુનનિર્માણ કાર્યો પણ ઠપ છે.