નવી દિલ્હી : પાકિસ્તાની ઝડપી બોલર નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર સૌથી યુવા ઝડપી બોલર બન્યો છે. કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે નસીમે સોમવારે આ સિદ્ધિ મેળવી હતી. તેણે 31 રનમાં પાંચ વિકેટ લીધી હતી.
પાકિસ્તાને બીજી ટેસ્ટ 263 રનથી જીતી હતી અને બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો હતી.
નસીમે 16 વર્ષ અને 307 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે તેના દેશબંધન મોહમ્મદ આમિરે 17 વર્ષ અને 257 દિવસની ઉંમરે પ્રથમ વખત ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.
જોકે નસીમ ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર સૌથી યુવા બોલર બન્યો નથી. આ રેકોર્ડ તેના દેશબંધુ અને પૂર્વ સ્પાયર નસીમ ઉલ ગનીના નામે નોંધાયેલો છે, જેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 1958 માં જ્યોર્જટાઉનમાં 16 અને 303 દિવસની ઉંમરે ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.