અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતા કાંકરિયા કાર્નિવલ લોકોને મનોરંજન આપે છે, પરંતુ આ માટે તંત્ર કરોડોનો ખર્ચ કરે છે એ પણ એક હકીકત છે. દર વર્ષે કાર્નિવલમા પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રપિયા આ એક કાર્યક્રમમા ખર્ચાઇ જાય છે શું તે તમે જાણો છે ?
તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલો કાંકરિયા કાર્નિવલ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. દર વર્ષે મોટી સંખ્યામા લોકો તેની મુલાકાત લેતા હોય છે. કાર્નિવલમા વિવિધ કાર્યક્રમો લોકોને મનોરંજન આપે છે. 25થી31 ડિસેમ્બર દરમિયાન સાત દિવસના કાર્નિવલમા વિવિધ આકર્ષણો હોય છે, પંરતુ તેની માટે મોટી રકમ ખર્ચ થાય છે. કાર્નિવલની શરુઆત થઇ ત્યારે એટલે કે 2009ના વર્ષેમા દોઢ કરોડ જેટલો ખર્ચ કરાતો હતો. પરંતુ ત્યાર બાદ તે ખર્ચ વધતો ગયો છે. તંત્ર કહી રહ્યુ છે કે ખર્ચમા ઘટાડો થાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે પંરતુ તેવુ લાગતુ નથી. સુત્રોનુ માનીએ તો આ વર્ષે કાર્નિવલ પાછળ ચારથી પાંચ કરોડ સુધીનો ખર્ચ કરાશે.
કાર્નિવલના ખર્ચાની વાત કરવામા આવે તો સાઇરામ દવે, ગીતા રબારી, કીર્તીદાન ગઢવી, ઓસમાન મીર વેગેરે જેવા કલાકારોને બોલાવામા આવ્યા છે. જેઓને પચાસ હજારથી પાંચ લાખની રકમ ચુકવાવામા આવશે. કાર્નિવલમા મોટા પાયે લાઇટીંગ કરવામા આવે છે અને આથી ચાલીસ થી પચાસ લાખ જેટલુ ઇલેક્ટ્રીક બીલ આવે છે. કાર્નિવલમા ફોટોગ્રાફી વીડીયો ગ્રાફી એલ ઇ ડી પાછળ પણ મોટો ખર્ચ કરાય છે જેનો કોનટ્રાક્ટ હર્ષદ સ્ટુડીયો એન્ડ વીડીયો ટાઇમ્સને આપવામા આવ્યો છે. સાઉન્ડ અને ડોકોરેશન પાછળ દોઢ થી બે કરોડનો જંગી ખર્ચ થશે. આ બધા માટે ટેન્ડર કરવામા આવે છે. દર વર્ષે કાર્નિવલના નામે કરોડોનો ખર્ચ થાય છે તે અંગે તંત્રનુ કહેવુ છે કે કાર્નિવલમા નાગિરીકોને સારુ મનોરંજન મળે છે. વિવિધ સાંસ્કુતિક કાર્યક્મ યોજવામા આવે છે .લાખો લોકો તેની મઝા લે છે ત્યારે વધતા ઓછા અંશં ખર્ચ થાય છે.
કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમો નાગરિકોને આનંદ આપે છે, પરંતુ આવા કાર્યક્રમો બીન જરુરી ખર્ચા બંધ કરી કરકસર કરીને કરવામા આવે તે જરુરી છે. બાકી તો કાર્નીવલના નામે પ્રજાના નાણાં વેડફવામા આવે છે તેમ કહી શકાય.