યુપીની યોગી સરકારે નાગરીકતા સુધારા કાયદા સામે થયેલા પ્રદર્શનમાં હિંસા આચરનારા લોકો સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વારાણસીના બજરડીહા ક્ષેત્રમાં 20 ડીસેમ્બરે ઉગ્ર પ્રદર્શનમાં હિંસા અને તોડફોડ થઇ હતી.

ત્યારે પોલીસે ભેલુપૂર અને બજરડીહા વિસ્તારમાં ઉપદ્રવીઓના પોસ્ટર લગાવી દીધા છે. પોલીસે પોસ્ટરમાં સ્પષ્ટ જણાવ્યું કે આ ઉપદ્રવીઓનું નામ અને સરનામું આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે. તેમજ તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

20 ડિસેમ્બરે વારાણસીના જુદા જુદા વિસ્તારોમાં થયેલી હિંસા મામલે 73 વ્યક્તિઓની ધરપકડ થઇ ચુકી છે. તેમજ 6000 અજાણ્યા વ્યક્તિઓની ફોટો અને સીસીટીવીના આધારે ઓળખ કરવામાં આવી છે.

હવે જે ઉપદ્રવીઓની ઓળખ થઇ ચુકી છે તેમના પોસ્ટર લગાવીને પોલીસે તેમની ધરપકડ માટે જનતા પાસે સહયોગ માગ્યો છે.